– ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા ફૂડ વિભાગની તપાસ યથાવત
– રાંધનપુરી બજારની પેઢીનો ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ, એડજયુડીકેટીંગ કોર્ટે રૂ. 40 હજારનો દંડ ફટકાર્યો
ભાવનગર : ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તબક્કાવાર ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવતા હોય છે અને આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હોય છે. મનપાના ફૂડ વિભાગે ચાલુ જાન્યુઆરી માસમાં ખાદપદાર્થના ૩ર નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઉપરાંત રાંધનપુરી બજારની પેઢીમાંથી અગાઉ ઘીનો નમૂનો લીધો હતો તે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો તેથી એડજયુડીકેટીંગ કોર્ટે દંડ ફટકાર્યો છે.