– જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં મૃત્યુનો એક અને ઇજાના 2 બનાવ
– ભાવનગરમાં યુવક પિતાને નારી ચોકડી મુકીને બાઇક પર પરત ફરતા હતા ત્યારે ગળામાં પતંગની દોરી ફસાતા ગંભીર ઇજા
ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પંતગની દોરીને કારણે એક યુવાનને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા હાલ દવાખાને સારવાર હેઠળ છે. જ્યારે મહુવામાં અગાશીમાંથી પડી જતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત અનુસાર ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ની દોરીએ એક યુવાનનું ગળું ચિરી નાખ્યું હતું જ્યારે એક યુવાનનું અગાશી માથી પડી જતાં મોત થયું હતું.