29 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
29 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતરાજકોટડ્રાયવરને ચક્કર આવતા સ્કૂલ બસ વીજપોલ સાથે અથડાઇ:બે વિદ્યાર્થી અને શિક્ષકને ઈજા

ડ્રાયવરને ચક્કર આવતા સ્કૂલ બસ વીજપોલ સાથે અથડાઇ:બે વિદ્યાર્થી અને શિક્ષકને ઈજા


રાજકોટની ભાગોળે કણકોટના પાટિયા પાસેથી ઈનોવેટિવ સ્કૂલની બસનો ડ્રાયવર 39 છાત્રોને લઈ સ્કુલે જતો હતો ત્યારે ઓચીંતા ચાલકને ચક્કર આવી જતા આંખે અંધારપટ છવાઈ ગયો હતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એક્ટીવાને ઠોકરે લઈ બસ વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી બસ અથડાતાં જ વીજપોલ તૂટી ગયો હતો અને બસની કેબિનના ભાગમાં ઘુસી જતા કાચનો ભુક્કો બોલી ગયો હતો અકસ્માત સર્જાતાં છાત્રોમાં પણ દેકારો બોલી ગયો હતો અકસ્માતને પગલે લોકોન ટોળાં એકઠા થઈ ગયા હતા અકસ્માતમાં બે છાત્ર અને એક શિક્ષકને નજીવી ઇજા પહોંચી હતી બીજી તરફ્ બેકાબૂ બનેલી બસને જોઈ રોડ ઉપર બેસી ફૂલ વેચતા મહિલા સતર્ક થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી પોતે દૂર ખસી જતાં તેમનો પણ આબાદ બચાવ થયો હતો સ્કુલના ડાયરેકટર વિવેક સીન્હાએ જણાવ્યું હતુ કે બસમાં 39 છાત્રો હતા જે તમામ સુરક્ષીત છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય