મુંબઈ : સપ્તાહ અંતે વિશ્વબજારમાં કિંમતી ધાતુના ભાવ સુધારા સાથે બંધ આવતા ઘરઆંગણે મુંબઈમાં બંધબજારે ભાવ સાધારણ ઊંચા કવોટ થતા હતા. રશિયા-યુક્રેન તથા ઈઝરાયલ-ઈરાન યુદ્ધને પરિણામે કિંમતી ધાતુમાં ફરી રેલી જોવા મળી રહી છે. સેફ હેવન તરીકે ગોલ્ડની માગ વધી રહી હોય ભાવને ટેકો મળી રહ્યો છે. યુદ્ધની અસર ક્રુડ તેલના ભાવ પર પણ જોવા મળી હતી. શનિવાર નિમિત્તે કરન્સી માર્કેટ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર સાધારણ નરમ બોલાતો હતો.