નવી દિલ્હી : વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ઓક્ટોબરમાં એન્જિનિયરિંગની નિકાસમાં મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૩.૧ બિલિયન ડોલરનો વધારો થઈને ૧૧.૨ બિલિયન ડોલર રહી છે અને તેમાંથી અડધાથી વધુનો હિસ્સો શિપિંગ અને એરક્રાફ્ટ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવતી નિકાસનો રહ્યો છે.
જહાજો, બોટ અને ફ્લોટિંગ ઉત્પાદનો અને વિવિધ ભાગોના હેડ હેઠળની નિકાસ ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ૧૪૦૦% વધીને ૧.૦૯ બિલિયન ડોલર થઈ ગઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં ૭૨.