અવારનવાર બનતા અકસ્માતના બનાવો છતાં તંત્ર બેદરકાર
માઈલ સ્ટોનના ઠેકાણા નથી, ઓવરલોડ વાહનો સામે તંત્રની અજાણતા, ખાનગી બસમાં ઘેટા બકરાની માફક ભરાતા પેસેન્જરોઃ ફોર લેન કરવાની તાતી જરૂરિયાત
ભુજ : ગતરોજ શુક્રવારે ભુજ- મુંદરા ધોરીમાર્ગ ઉપર ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં ૬ લોકોના મોત નિપજવાની દુઃખદ ઘટના ઘટી હતી. આ ઘટનાને પગલે લોકોમાં રોષ તંત્ર પ્રત્યે રોષ ભભુકી ઉઠયો છે. ભુજ- મુંદરા રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો બને છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જેનું પરિણામ સામાન્ય જનતાને ભોગવવું પડતું હોય છે.