How To Avoid Milk Curdling In Summer: ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં અનેક સમસ્યાઓ પણ વધી જાય છે. ખાસ કરીને આ સિઝનમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઉનાળાની ગરમી વધવાની સાથે ફળો, શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો રેફ્રિજરેટરમાં રાખવા જરૂરી બની જાય છે. ખાસ કરીને જો દૂધ રેફ્રિજરેટરની બહાર રાખવામાં આવે તો તે થોડા કલાકોમાં બગડી જાય છે. એવામાં જો તમારી પાસે ફ્રિજ નથી તો દૂધ સ્ટોર કરવાની રીત તમને ઉપયોગી થશે.