યુવતી અને તેની નણંદ સાથે માતાએ ઝપાઝપી કરી
શહેરના કું.વાડામાં બનેલાં મારામારીના બનાવમાં સાત માસ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીને ભાઈ સાથે બોલાચાલી થતા મામલો બિચકયો
ભાવનગર: શહેરના કુંભારવાડા રામદેવનગર ખાતે રહેતી યુવતીને પતંગ ચગાવતી વખતે ભાઈ સાથે બોલાચાલી થઈ હતી.જેની દાઝ રાખી યુવતીની માતા,મામા સહિત પાંચ લોકોએ ઘરમાં ઘુસી યુવતી અને તેની નણંદ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ઘરમાં રાખેલાં રાચરચિલાની તોડફોડ કરી હતી.