અગાઉ થયેલી બોલાચાલીની દાઝમાં બે જૂથ ફરી બાખડયા
જૂથ અથડામણ થતા વિસ્તારમાં નાસભાગ મચી થ બંને જૂથના મળી આઠ શખ્સ વિરુદ્ધ સામસામી પોલીસ ફરિયાદ
ભાવનગર: શહેરના અકવાડામાં બે જૂથ વચ્ચે છૂટહાથની મારામારી થતા વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી.આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો અકવાડા દોડી ગયો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી.મારામારીની આ ઘટના અંગે ઘોઘારોડ પોલીસ મથકમાં બંને જૂથના મળી આઠ શખ્સ વિરુદ્ધ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.