– છેલ્લા 8 વર્ષમાં અલંગમાં ભંગાણાર્થે આવતા શિપની સંખ્યામાં તબક્કાવાર રીતે 65 ટકાનો ઘટાડો થયો
– વર્ષ-2024 માં સૌથી વધારે જાન્યુઆરીમાં 15 શિપ અને સૌથી ઓછા એપ્રીલમાં માત્ર 3 શિપ જ લાંગર્યાં, ગોહિલવાડની આર્થિક કરોડરજ્જૂમાં નવા પ્રાણ ફૂંકાય તે ખુબ જરૂરી છે
ભાવનગર : ગોહિલવાડની આર્થિક ગતિવિધિઓમાં શિપ રિસાયકલિંગ ઉદ્યોગની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહેલી છે. પરંતુ કોરોનાકાળ બાદથી ભાવનગરનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ સતત મંદીના વમળોમાં ફસાયેલો રહ્યો છે તેવું આંકડાઓ પરથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષ ૨૦૨૩ની સરખામણીએ વર્ષ-૨૦૨૪ પણ અલંગ માટે નબળુ સાબિત રહ્યું છે. તેમજ વર્ષના છેલ્લા મહિનામાં શિપની સંખ્યા પણ ઘટી છે.