– ખેડૂત આગેવાનોની વારંવાર રજુઆત છતા પરિણામ શૂન્ય
– પેટા કેનાલોના કામ 15 થી 17 વર્ષથી પૂર્ણ થયા નથી, 8 હજાર હેકટર જમીનને પિયત માટે પાણી મળતુ નથી
ધંધુકા : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની લીમડી પેટા કેનાલોના કામ ૧૫ થી ૧૭ વર્ષથી પુર્ણ થયા નથી. જેના કારણે રાણપુર તાલુકાના કિનારા ગામ પાસેથી પસાર થતી કેનાલની સાથે જોડાયેલ ૧૫ ગામોના ખેડૂતોની આઠ હજાર હેકટર જમીનને પિયત માટે પાણી મળતુ નથી.આ અંગે તંત્રની લાપરવાહીના વિરોધમાં ૧૫ ગામોના ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે અને તેના વિરોધમાં ખેડૂતોએ આક્રોશભેર આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારી છે.