– તળાજામાં માંજો પીવડાવવામાં કાચનો ઉપયોગ કરનારા સામે ગુનો નોંધાયો
– શહેર જિલ્લાના 8 પોલીસ મથકમાં જાહેરનામા ભંગની અલગ-અલગ કુલ 16 પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર : ઉત્તરાયણ પર્વ પર પ્રતિબંધિત ચાઈનિઝ દોરી, તુક્કલના વેચાણ તથા માંજો પીવડાવવામાં કાચનો ઉપયોગ કરનારા ૧૬ શખ્સો સામે ભાવનગર શહેર અને જિલ્લાના ૮ પોલીસ મથકમાં જાહેરનામા ભંગની અલગ-અલગ ૧૬ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરની અલકા ટોકીઝ પાસેથી ચાઈનિઝ દોરીની એક રીલ સાથે નિલેશ બહાદુરભાઈ બારૈયાને, નવા ગુરુદ્વારા સામેથી ચાઇનીઝ દોરીનાં રીલ સાથે ગૌતમ દેવેન્દ્રભાઈ યાદવને તથા નિર્મળનગર ચોક પાસેથી ચાઇનીઝ દોરીનાં રીલ સાથે દિલીપ નાનજીભાઈ મકવાણાને નિલમબાગ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. શહેરના ટોપ થ્રી સર્કલ પાસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અંકિત અશોકભાઈ વાઘેલાને તથા સીતારામ ચોક પાસેથી ચાઇનીઝ દોરીના એક રીલ સાથે હિમાંશુ નરેન્દ્રભાઈ પરમારને ભરતનગર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો.