– શહેરમાં દરરોજ રજકા ડ્રાઈવની કામગીરી થતી હોવાનો મનપાના અધિકારીનો દાવો
– કમિશનર બદલાયા બાદ રજકાની કામગીરીમાં ઠાગાઠૈયાઃ શહેરમાં રજકાનું વેચાણ બંધ કરાવવા કડક કામગીરી થવી જરૂરી
ભાવનગર : સરકારી તંત્રમાં કડક અધિકારી હોય ત્યારે કામગીરી ઝડપી થતી હોય છે પરંતુ અધિકારી બદલાયા બાદ કામગીરીમાં ધાંધીયા જોવા મળતા હોય છે, તેવુ જ હાલ ભાવનગર મહાપાલિકામાં જોવા મળ્યુ છે. પૂર્વ કમિશનર દ્વારા દરરોજ રજકા ડ્રાઈવની કામગીરી કરવામાં આવતી હતી અને દંડ ફટકારવામાં આવતા હતો પરંતુ હાલ રજકા ડ્રાઈવની કામગીરી પરિણામી લક્ષી થતી ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે.
ભાવનગર શહેરમાં હાલ ઠેર ઠેર રજકાનું વેચાણ થઈ રહ્યુ છે પરંતુ મહાપાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવતા નથી, જેના પગલે રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે અને ગંદકી પણ થતી હોય છે.