– ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન બે દિવસમાં
– ઈજાગ્રસ્ત પંખીઓને સેવાભાવી લોકોએ વન વિભાગના 6 કલેક્શન સેન્ટરમાં પહોંચાડયા : બે સારવાર કેન્દ્રમાં ઘાયલ પક્ષીઓને અપાઈ રહી છે સારવાર
ભાવનગર : શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન બે દિવસમાં પતંગની દોરીના કારણે ઘવાયેલ ૧૨ પંખીના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે ૯૩ પંખી ઘાયલ થયા હતા. આ ઈજાગ્રસ્ત પંખીઓને સેવાભાવી લોકોએ વન વિભાગના છ કલેક્શન સેન્ટરમાં પહોંચાડયા હતા. જેને સારવાર અપાઈ રહી છે.