વાહન ચાલકે શ્રમિક સાથે ગેરવર્તન કર્યાની જાણ શ્રમિકોને થતા
યાર્ડમાં ડુંગળીના ૨૦ હજાર થેલા પડયા હતા અને વધુ ૬૦ હજાર ઉમેરાતા ડુંગળીના થેલાના થપ્પા લાગ્યા ઃ યાર્ડે મધ્યસ્થી કરતા મામલો થાળે, આજથી હરાજી થશે
ભાવનગર: વાહન ચાલકે શ્રમિક સાથે ગેરવર્તન કર્યું હોવાની જાણ શ્રમિકોને થતા આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં શ્રમિકો કામથી અળગા રહ્યા હતા. જેના પગલે ડુંગળીની હરાજી અટકી પડી હતી. પરિણામે યાર્ડમાં ડુંગળીના થેલાના થપ્પા લાગી ગયા હતા. અલબત્ત, યાર્ડે મધ્યસ્થી કરતા મામલો થાળે પડયો હતો.