23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત RTOમાં કાર માટે નવી JT સિરીઝ ખુલશે, ઓનલાઈન કરાવી શકાશે રજિસ્ટ્રેશન

સુરત RTOમાં કાર માટે નવી JT સિરીઝ ખુલશે, ઓનલાઈન કરાવી શકાશે રજિસ્ટ્રેશન


સુરત આરીટીઓમાં નવી કાર માટે નવા નંબરની સિરીઝ ખુલવા જઈ રહી છે જેમાં GJ-05-JT સિરીઝ ઓપન થવા જઈ રહી છે.10થી 13 જાન્યુઆરીએ નવી સિરીઝ ખુલશે જેમા ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી થશે અને 8 થી 10 જાન્યુઆરીએ હરાજીનું રજિસ્ટ્રેશન કરવામા આવશે વાહનમાલિકોએ વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવું પડશે અને RTOની વેબસાઈટ પર જઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.જે પણ લોકોને આ રજિસ્ટ્રેશન કરાવવું હોય તે લોકો માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.

સુરત RTOમાં નવી સિરીઝ ઓપન

સુરત આરટીઓમાં કાર માટે હવે નવી સિરીઝ GJ-05-JT સિરીઝ ઓપન થઈ છે,આ સિરીઝમાં પણ ગોલ્ડન અને સિલ્વર નંબરોની હરાજી કરવામાં આવશે હરાજીનું રજિસ્ટ્રેશન તા.૮ થી ૧૦ જાન્યુઆરીના સાંજના ૪.૦૦ વાગ્યા સુધી થશે અને હરાજી તા.૧૦ જાન્યુઆરીના સાંજે ૪.૦૦ વાગ્યાથી તા.૧૨મી જાન્યુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન થશે વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.http:/parivahan. gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

પાલ આરટીઓ ખાતે રોજ સર્વર ડાઉનની છે સમસ્યા

સુરતના પાલ સ્થિત આરટીઓ કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન હોવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવેલા અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકા લાયસન્સ મેળવવા માટે દિવસનો સમય કાઢીને આવનારા 200થી 250 અરજદારો રોજના ધક્કા ખાઈને પરત ફરવા મજબૂર બન્યા છે. અપોઈન્ટમેન્ટની તારીખે લોકો સ્કૂલ, કોલેજ કે નોકરીમાંથી સમય કાઢીને ટેસ્ટ ડ્રાઈવ આપવા પહોંચે છે,પરંતુ આરટીઓના સર્વર ડાઉન હોવાને કારણે ટેસ્ટ માટે જરૂરી પ્રોસેસિંગ શક્ય બનતી નથી.

અગાઉ પણ અનેક વખત ખુલી છે સિરીઝ

અગાઉ પણ સુરત આરટીઓ દ્વારા અનેક વખત ગોલ્ડન અને સિલ્વર નંબરને લઈ અનેક સિરીઝો ખોલી છે,ત્યારે સુરતીલાલાઓ વાહનમાં પણ વીઆઈપી નંબર લેવા માટે અગ્રેસર રહ્યાં છે અને તેને કારણે સરકારને પણ સારી આવક થઈ રહી છે.સુરત આરટીઓમાં વાહનચાલકોને વીઆઈપી નંબર અને મનપસંદ નંબર મળી રહે તે માટે અનેક વાર પ્રયત્નો કરવામાં આવ્યા છે અને લોકોને આ વીઆઈપી નંબર પણ મળી રહ્યાં છે,ત્યારે સુરતીઓને ફરીથી નવી સિરીઝ મળી રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય