Microsoft New Update: માઇક્રોસોફ્ટ વિન્ડોઝનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે મોટી માહિતી સામે આવી છે. માઇક્રોસોફ્ટે મંગળવારે જાહેર કર્યું હતું કે, તેઓ વિન્ડોઝ 10ને સપોર્ટ કરવાનું બંધ કરવા જઇ રહ્યા છે. તેની સમયમર્યાદા 14 ઑક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે. મતલબ કે આ પછી વિન્ડોઝ 10નો સપોર્ટ ખતમ થઈ જશે. આવી સ્થિતિમાં, જો કોઈ યુઝર માઇક્રોસોફ્ટ 365 એપ્સનો ઉપયોગ કરવા માંગે છે, તો તેણે વિન્ડોઝ 11માં અપડેટ કરવું પડશે.