Nasa shares Sunita Williams Space Walk Video : સુનિતા વિલિયમ્સ છેલ્લા ઘણાં મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા છે. આ દરમિયાન નાસાએ તેમનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ સ્પેસ વૉક કરતાં દેખાઈ રહ્યા છે. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (ISS) પર સ્પેસવૉક કર્યું હતું. આ દરમિયાન તેમના સાથી અવકાશયાત્રી નિક હેગ પણ તેમની સાથે હતા. આ સાથે સુનિતા વિલિયમ્સ સૌથી વધુ વયે સ્પેસવૉક કરનારા પ્રથમ મહિલા અવકાશયાત્રી બની ગયા છે.