WhatsApp Multi Account: વોટ્સએપ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ સિદ્ધંતના મદદોથી યૂઝર્સ એક જ વોટ્સએપમાં એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે અને એને મેનેજ કરી શકશે. વોટ્સએપનો ઉપયોગ વિવિધ કારણોસર કરવામાં આવે છે. ઘણાં યૂઝર્સ એક કરતાં વધુ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આથી બે વોટ્સએપનો ઉપયોગ કરતા લોકોએ બે મોબાઇલનો ઉપયોગ કરવો પડે છે. ઘણાં યૂઝર્સ એક નોર્મલ વોટ્સએપ અને એક બિઝનેસ વોટ્સએપનો પણ ઉપયોગ કરે છે.