GSSSB Main Exam : ગુજરાતમાં પોલીસની ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી- અધિક્ષકની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
સબ ઓડિટર અને હિસાબનીશ સહિતના પદ પરની ભરતીની મુખ્ય પરીક્ષાની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર અને હિસાબનીશ સહિતના પદ પર કુલ 266 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રિલીમ પરીક્ષા લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની તારીખો જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી 18-19 ફેબ્રુઆરી, 2025ના રોજ મંડળ દ્વારા મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.