રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081. માગશર વદ એકાદશી. તા.26.12.2024
મેષ
આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો, આર્થિક પ્રશ્ન ગૂંચવાયેલા લાગે, તબિયત જળવાય
વૃષભ
વિઘ્ન અને રૂકાવટ જણાય, નાણાભીડનો હલ મળતો લાગે, મતભેદો ન જાગે તે જોજો
મિથુન
ધાર્મિક અને સામાજિક કાર્ય માટે સાનુકૂળ. આવક વૃદ્ધિની તક સર્જાય, મિલન-મુલાકાત
કર્ક
આપના વ્યવસાયિક કામકાજોને આગળ વધારી શકશો, ચિંતાનો હલ મળતો જણાય, પ્રગતિ
સિંહ
આપની ધારણાઓ અવળી બનતી લાગે, ગૃહવિવાદ ટાળવો, ખર્ચનો પ્રસંગ
કન્યા
માનસિક સ્વસ્થતા ટકાવી શકશો, પ્રગતિકારક તક, આરોગ્ય ચિંતા દૂર થાય
તુલા
આપની સમસ્યાઓને હળવી બજાવી શકશો, યોગ્ય દિશા સાંપડે, તબિયત જળવાય
વૃશ્ચિક
આત્મબળે કપરાં ચઢાણ ચઢી શકશો, ખર્ચ પર કાબુ રાખજો, સ્વજનથી સંવાદિતા
ધન
મન મજબુત રાખીને આગળ ધપી શકશો, ચિંતા દૂર થાય, લાભની તક
મકર
દિવસને સાર્થક કરવા યોગ્ય આયોજન અને સક્રિયતા જરૂરી સમજજો, ગૃહવિવાદ ટાળવો, પ્રવાસ
કુંભ
આપના માટે કોઈ આશા ઉમીદનો પ્રસંગ સર્જાતો જણાય, મિલન મુલાકાત
મીન
કોઈના આધારે ન ચાલવું, જાત મહેનત જિંદાબાદ સમજવી, ખર્ચ અટકાવજો, સ્વજનથી મનદુઃખ