High Cholesterol: આજકાલ ઘણા લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનું સૌથી મોટુ કારણ આહાર અને કરસતનો અભાવ છે. હકીકતમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરવાથી ટ્રાઈગ્લિસરાઈડ્સ વાળા ફૂડ્સ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બને છે. ત્યારે આવી સ્થિતિમાં કસરત કરવાથી તમે આ સમસ્યાથી બચી શકો છો. પરંતુ, આજે આપણે માત્ર હાઈ કોલેસ્ટ્રોલમાં ચાલવા વિશે વાત કરીશું, આ સમસ્યામાં તે તમારા માટે કેવી રીતે કામ કરી શકે છે અને તે કરવાના ફાયદા શું છે.