30 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
30 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતવડોદરાVadodara: નસવાડીમાં વરસાદને લઇ ગરબા આયોજકો - ખેલૈયા વિસામણમાં

Vadodara: નસવાડીમાં વરસાદને લઇ ગરબા આયોજકો – ખેલૈયા વિસામણમાં


નસવાડી નગરમાં માં અંબેની આરાધનાના નવરાત્રીના નવ દિવસ આયોધ્યા નગર, વાડી ચોક (પોલીસ સ્ટેશ), સરકાર ફ્ળીયા અને ઓડ ફ્ળીયામાં ધામધૂમથી દર વર્ષે નવરાત્રી ઉજવાય છે.

જેમાં ગ્રામીણ વિસ્તારના લોકો નસવાડી નગરમાં આવીને મન મૂકીને ગરબા રમીમા અંબેની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. માં અંબેની આરાધના કરે છે. પરંતુ હાલ ચોમાસુ લંબાયું છે. અને હજુ પણ નવરાત્રિમાં પણ વરસાદી આગાહી છે. જેમાં ખેલૈયાઓ અને આયોજકો નિરાશ થયા છે.

દર વર્ષે નવરાત્રીના પાંચ દિવસ પહેલા ગરબાના મંડપો તૈયાર થઈ જતા હતા હોય છે. પરંતુ હાલ નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને હાલ વરસાદ વરસી રહ્યો છે. બજારોમાં પણ મંદીનું મોજું જોવા મળી રહ્યું છે. નવરાત્રીના આયોજકો અને ખેલૈયાઓ વિસામણમાં છે કે, વરસાદ કયારે બંધ થાય અને કામગીરી કયારે પૂરી થાય, ચાલુ નવરાત્રિમાં વરસાદ વરસે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે તો નવાઈ નહી. જેથી ખેલૈયાઓ અને નવરાત્રિ આયોજકો વિસામણમાં મુકાયા છે. જેને લઇને ખેલૈયાની ચિંતા વધી છે.

વરસાદને કારણે કામગીરીમાં વિક્ષેપ ઊભો થાય છે

સોલંકી ગજેન્દ્રસિંહ અમર સિંહના જણાવ્યા મુજબ દર વર્ષે ચાર રસ્તા નસવાડીમાં સપ્તાહ પહેલા માં અંબેની સ્થાપના માટે નવરાત્રીનું મંડપ ડેકોરેશન ત્યાર થઈ જાય છે પરંતુ વરસાદ હોવાથી કામમાં વિક્ષેપ ઊભો થાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય