શિનોર નગરમાં રાત્રિના ઓઇલ લગાવેલો કાળો અને ઊંચાં બાંધાનો કોઈ અજાણ્યા ઈસમો જણાયાની બૂમ પડતા તે ભાંગીને જુની કોર્ટમાં ઘૂસ્યો હોવાની વાતને લઈને નજીકના ખોખરવાડ, ટીંબા ફળિયા, વગેરે વિસ્તારના 300 જેટલા ઈસમોએ જુની કોર્ટને ફરતે ઘેરો ઘાલ્યો હતો.
આ બાબતની સવારે પોલીસને જાણ કરતા ચોક્કસ જોનારા ઈસમોને સાથે લઇ જૂની કોર્ટનું મકાન બિનઉપયોગી હોય ચાવી મંગાવી હતી. કોર્ટમાં તપાસ કરતા હતા. તે સમયે અજાણ્યો ઈસમ કોર્ટના પરિસરની ઝાડીમાંથી નર્મદા નદી તરફ્ ભાગી જતાં સ્થાનિક મહિલાઓએ જોયો હોવાની બુમ પડતા પોલીસ દ્વારા ત્યાં પણ તપાસ કરી હતી. પણ કોઈ મળી આવ્યું નહોતું. આમ શિનોરની આ ઘટનાથી લોકોમાં કોઈ અજાણ્યા ચોર આવતા હોવાની વાતને સમર્થન મળતા લોકોમાં ભય જોવા મળેલ છે.
શિનોર પંથકમાં કેટલાક દિવસોથી ચોર આવ્યાની બૂમ ઊઠી છે. છેલ્લા 10 દિવસથી સ્થાનિક રહીશો સતર્ક પણ બન્યા છે. રાત્રે ઉજાગરા કરીને ફેરણી કરે છે. ત્યારે પોલીસ ચોર આવવાની બાબત અફ્વા હોય લોકોને સમજાવી રહી છે. ગત રોજ રાત્રિના શિનોર નગરમાં જૂની કોર્ટ વિસ્તારમાં ઓઇલ લગાવેલ કાળા રંગનો અને ઊંચા બાંધાનો કોઈ અજાણ્યા ઈસમોં આવ્યો હોવાની બૂમ પડતાં તે જૂની કોર્ટમાં ઘૂસ્યો હોવાનું સ્થાનિક લોકોએ જોતાં નજીકના ખોખરવાડ, ટીંબા ફળિયા વગેરે વિસ્તારના ત્રણસો જેટલા રહીશો ટોળે વળી જૂની કોર્ટને ફરતે ઘેરો ઘાલ્યો હતો. સવારે શિનોર નગરમાં વાત પ્રસરતા કેટલાક જાગૃત નાગરિકોએ શિનોર પોસઈને સંપર્ક કરી જાણ કરતા જૂની કોર્ટ પાસે પોલીસ કર્મીઓ આવી પહોંચ્યાં હતા. જૂની કોર્ટ જે હાલ બિનઉપયોગી છે. તેની ચાવી મંગાવી તપાસ કરાતા જૂની કોર્ટના પરિસરમાં ઝાડીઓમાં ભરાયેલ અજાણ્યો ઈસમ ટીંબા વિસ્તાર તરફ્થી નર્મદા કિનારે ઝાડીઓ તરફ્ કૂદીને ભાગતા જતા જોયા હોવાની બુમ પડતા પોલીસ અને ગ્રામજનોએ તે વિસ્તારમાં પણ તપાસ કરી હતી. પણ કોઈ મળી આવ્યું નહોતું. પણ સ્થાનિક મહિલાઓ અહીંથી ભાગ્યો હોવાનું નજરે જોયો હોવાનું જણાવતા ચોર આવતા હોવાની વાતને સમર્થન મળેલ છે. ચોર આવતા હોવાની અફ્વા હોય કે સાચી વાતને લઈને કેટલાક નબળા મનોબળ ધરાવતા ઈસમોમાં તાવ આવી જતો હોવાની અને પોતાની મિલકતોનું રક્ષણ કરવાની ચિંતા લોકોમાં સતાવતી હોવાની ચર્ચા ચાલી છે. શિનોર પોલીસ સઘન પેટ્રોલિંગ કરે તેવી માંગ ઉઠી છે.
પોલીસે અફવા ગણાવી, ત્યારે લોકોની આંખે દેખ્યો હોવાની કેફિયત
પોલીસ અફ્વા માને છે. ત્યારે લોકો આંખે દેખ્યા હોવાનું જણાવી રહ્યાં છે. આ વાત માત્ર ભ્રમ છે કે, હકીકત પણ હાલ શિનોરના વંઝારી વિસ્તાર, કોલોની, આદિવાસી ટીમ્બા ફ્ળીયા, મુસ્લિમ ટીમ્બા ફ્ળીયા, અને ખોખારવાડ વિસ્તારના લોકોમાં ભયનું વાત્તાવારણ હોવાની ચર્ચા જોવા મળી હતી.
શિનોર પોલીસ દ્વારા તપાસ કરતા કોઇ ન મળ્યું
શિનોર પોલીસ દ્વારા લોકોના કહ્યા મુજબ, તેમને સાથે રાખીને જૂની કોર્ટનું મકાન પણ ખોલીને તપાસ કરી હતી. અને નર્મદા કિનારે ટીમ્બા વિસ્તારમા ઝાડીઓમા જઈ ને પણ તપાસ કરી પણ કોઈ મળી નહી તે પણ હકીકત છે.
જૂની કોર્ટના લોકો રાતે ચારે તરફ ઘેરો નાખી બેસી રહ્યાં
શિનોરની જૂની કોર્ટના લોકો આખી રાત ચારે તરફ્થી ઘેરો નાખી બેસી રહ્યાં હતા. પણ પોલીસને જાણ કરી નહોતી. કોર્ટની સામે પોલીસ ક્વાટર્સ હોવા છતાં પણ કોઈ પોલીસને પણ આ બાબતની જાણકારી નહોતી.