25 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
25 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદુનિયાUSA: FBI ડિરેક્ટર તરીકે મૂળ ગુજરાતી કશ્યપ પટેલની નિમણૂંક, ટ્રમ્પે વખાણ કર્યા

USA: FBI ડિરેક્ટર તરીકે મૂળ ગુજરાતી કશ્યપ પટેલની નિમણૂંક, ટ્રમ્પે વખાણ કર્યા


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કશ્યપ ઉર્ફે કશ પટેલને FBIના નવા ડિરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે કશ એક તેજસ્વી વકીલ, તપાસકર્તા અને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઇટર છે. ટ્રમ્પે લખ્યું કે કશ પટેલે તેમની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા, ન્યાય અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં ખર્ચી છે.

શનિવારે રાત્રે કરી જાહેરાત 
ટ્રમ્પે શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે મને એ જાહેરાત કરતાં ગર્વ છે કે કશ્યપ ‘કશ’ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે. ટ્રમ્પે વધુમાં લખ્યું કે કશ પટેલે સત્ય, જવાબદારી અને બંધારણના સમર્થક તરીકે ઊભા રહીને રશિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વફાદારી, બહાદુરી અને પ્રામાણિકતા પુનઃસ્થાપિત થશે
ટ્રમ્પે કહ્યું કે પટેલ એફબીઆઈના મૂળ આદર્શ, નિષ્ઠા, બહાદુરી અને અખંડિતતા જાળવવા માટે એટોર્ની જનરલ પામ બૉન્ડીની અંડરમાં કામ કરશે. ટ્રમ્પે કહ્યું કે આ FBI અમેરિકામાં વધતી ગુનાખોરી, માઈગ્રન્ટ ક્રિમિનલ ગેંગને ખતમ કરશે અને સરહદ પારથી માનવ અને ડ્રગ્સની હેરાફેરી પણ રોકશે. તેમણે વધુમાં કહ્યું કે કશ પટેલ એફબીઆઈમાં પામ બોન્ડીની અંડરમાં કામ કરશે જેથી એફબીઆઇમાં નિષ્ઠા, બહાદુરી અને ઇમાનદારી પુનઃસ્થાપિત થઇ શકે.

ક્રિસ્ટોફર રેના કામથી ખુશ નથી
ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન FBI ડિરેક્ટર ક્રિસ્ટોફર રેના કામથી ખુશ નથી. ટ્રમ્પે પોતે 2017માં તેમને એફબીઆઈના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ ગોપનીય દસ્તાવેજો સંબંધિત તપાસમાં ટ્રમ્પ વિરુદ્ધ જે રીતે કાર્યવાહી કરવામાં આવી તેનાથી તેઓ નારાજ છે.

એફબીઆઈમાં કામમાં બદલાવ લાવશે
ટ્રમ્પની જાહેરાત બાદ કશ પટેલે FBIમાં ફેરફાર કરવાની વાત કરી છે. જેમાં એફબીઆઈની ગુપ્ત માહિતી એકત્ર કરવાની રીતમાં ફેરફાર અને હેડક્વાર્ટરનું પુનર્નિર્માણ તેમની પ્રાથમિકતા છે. તેઓ એફબીઆઈ અને ન્યાય વિભાગના નજીકના સહયોગીઓને ટોચ પર મૂકવા આગળ વધી રહ્યા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય