– રેલવે પ્રશાસન દ્વારા આજથી નવું ટાઈમ ટેબલ અમલમાં
– 8 ટ્રેનની સ્પીડમાં વધારો કરાતા મુસાફરોનો સમય બચશે
ભાવનગર : પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં ૦૧ જાન્યુઆરી, ૨૦૨૫થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ૮ ટ્રેનો વર્તમાન નિર્ધારિત સમય કરતાં મોડી/વિલંબથી ચાલશે.