– ડહોળું-દુર્ગંધયુક્ત અને પોરાવાળું પાણી પીવા લોકો મજબૂર
– સામાન્ય જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ
સિહોર : સિહોરમાં છેલ્લા ઘણાં સમયથી પીવાનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. આ બાબતે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે તો આમ જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ ઉઠયો છે.
સિહોર શહેરની ૮૦ હજારની વસતીને પીવાનું જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ડહોળું અને દુર્ગંધયુક્ત તેમજ પોરાવાળું હોય છે.