– મહાપાલિકાની સાધારણ સભામાં કોંગ્રેસે વોકઆઉટ કરતા ભાજપે એક જ મીનીટમાં ૪ ઠરાવને બહાલી આપી
– કંસારાનો પ્રોજેકટ હજુ પુરો થયો નથી ત્યાં ગઢેચી પ્રોજેકટના મામલે ૮પ૦ લોકોને નોટિસ આપી, દબાણ હટાવતા પૂર્વે રહીશો માટે વૈકલ્પીક વ્યવસ્થા કરવા કોંગ્રેસની માંગણી
ભાવનગર : ભાવનગર મહાપાલિકામાં આજે શુક્રવારે સાધારણ સભા મળી હતી, જેમાં ગઢેચી વોટર બોડીના શુધ્ધિકરણના પ્રોજેકટના મામલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને ત્યારબાદ બોલતા રોકવામાં આવે છે તેવો આક્ષેપ કરી કોંગ્રેસના નગરસેવકોએ સાધારણ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. આ પ્રશ્ને સામસામે આક્ષેપો કરવામાં આવ્યા હતાં. મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસે વોકઆઉટ કરતા શાસક ભાજપે એક જ મીનીટમાં ૪ ઠરાવને બહાલી આપી હતી.