સગીરાને ધમકી આપી શખ્સ દુષ્કર્મ આચર્યું હતું
બોલેરો કારના કાચ ફોડી ઘરનાં બારણાં બાથરૂમના બારણાં અને પતરા પર લોખંડનાં પાઇપ ફટકાર્યા
ભાવનગર: ભાલ પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મની ઘટના બાદ દુષ્કર્મ કરનાર શખ્સના પરિવારજનોએ સગીરાના ઘરે હથિયારો સાથે આવી બોલેરો વાહન અને ઘરમાં તોડફોડ કર્યાની સગીરાના પિતાએ વેળાવદર ભાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાલ પથકમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવુના મનસુખભાઇ મકવાણા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સગીરાએ તેના ઘરે જાણ કરતા સગીરાના પિતા ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં દુષ્કર્મ કરનાર શખ્સને મળવા ગયા હતા તે દરમિયાન માથાકૂટ થઈ હતી.