શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા ખૂબ જ જરુરી છે, અને તેની કાળજી પણ એટલી જ મહત્વની છે. દાંત પીળા થવાના ઘણા કારણો હોય છે. સુંદર અને સફેદ દાંત માત્ર સ્મિતને જ નહીં પરંતુ આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે. કેટલીક આદતો અને ખાવાની આદતો દાંતને પીળા પડવાથી ચહેરાની સુંદરતા તો છીનવી જ લે છે સાથે દાંતના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે. ધણા એવા ખાદ્યપદાર્થો અને પીણાં દાંત પર ડાઘ છોડી શકે છે, જે દાંતને પીળા અને નબળા બનાવે છે. ચાલો જાણીએ એવા કયા ખાદ્યપદાર્થો છે જે દાંતને પીળા કરે છે
ચા અને કોફી:
ચા અને કોફીમાં ટેનીન હોય છે, જેનાથી દાંત પર ડાઘ પડી જાય છે. તે ધીમે-ધીમે દાંતની સફેદી પણ દૂર કરે છે અને તેમને પીળા બનાવે છે. જો તમે દિવસભર ચા કે કોફી પીઓ છો તો દાંત પર તેની અસર વધતી હોય છે. અને હાનિ પણ પહોચાડે છે તેને રોકવા માટે તમે સિપરનો ઉપયોગ કરી શકો છો અને પછી પાણીથી કોગળા કરી શકો છો.
ઠંડા પીણાં:
સોડા અને ઠંડા પીણાંમાં એસિડ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે દાંતની બહારની સપાટીને નબળી બનાવે છે. વધુ પડતું કોલ્ડ ડ્રિંક પીવાથી શરીરમાં શુગર પણ જાય આ સિવાય ડાર્ક કલરના કોલ્ડ ડ્રિંક્સથી દાંત પર ડાઘા પડી શકે છે. આનાથી બચવા માટે, પાણી અથવા અન્ય આરોગ્યપ્રદ પીણાંનું સેવન કરવું વધુ સારું રહેશે.
મસાલેદાર ખોરાક:
ભારતીય મસાલાઓમાં ઘાટા રંગદ્રવ્ય હોય છે, જે દાંત પર ડાઘ છોડી શકે છે. વધુ પડતો મસાલેદાર ખોરાક માત્ર દાંતની સફેદી પર જ અસર કરતું નથી, પરંતુ દાંતની સપાટીને પણ નુકસાન પહોંચાડે છે. ચીકણો ખોરાક દાંત પર ચોંટેલો રહે છે જે દાંતને નુકસાન પહોંચાડે છે.
મીઠાઈઓ અને ચોકલેટમાં રહેલી ખાંડ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે દાંત પર પોલાણ અને ડાઘનું કારણ બને છે. વધુ પડતી ખાંડ ખાવાથી દાંત નબળા અને પીળા પડી શકે છે.
Disclaimer:સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ આપને જાણ થાય છે તેને અપનાવતા પહેલા આપ આપના નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરવું.