સુરતમાં શિક્ષણના નામે ધંધો ચલાવતા સંચાલકોનો રાખફો ફાટ્યો છે. સુરતમાં સ્કૂલના નામે દુકાનો ચલાવતા શિક્ષણ માફિયાનો શિક્ષણના નામે ધંધાનો સૌથી મોટો ભાંડાફોડ થયો છે. સુરતમાં સ્કૂલના નામે દુકાનો ચલાવતા શિક્ષણ માફિયા બેફામ બન્યા છે. સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા ફીના નામે લૂંટારુંઓ જુઓ આ અહેવાલમાં…
મળતી માહિતી મુજબ, સુરતમાં સ્કૂલના નામે દુકાનો ચલાવતા શિક્ષણ માફિયા બેફામ બન્યા છે. સરકારે બોર્ડ પરીક્ષામાં કન્યાઓની ફી માફ કરી છે થતા શિક્ષણ માફિયા બેફામ ફી ઉઘરાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના ફીના નામે લૂંટારુંઓ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. ફી માફીના નિયમને શાળા સંચાલકોએ ધંધો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષણમંત્રીના શહેરમાં સ્કૂલો નિયમોને ઘોળીને પી રહી છે. સુરતની સ્કૂલોમાં પરીક્ષાની ફી સાથે લેટ ફીની વસૂલી પણ કરવામાં આવી રહી છે. ગરીબ વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવીને શાળાઓ બેફામ ફી વસુલી કરી રહ્યા છે.
સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસરને પગલે શિક્ષણ માફિયાની ઘટના સામે આવતા DEO દ્વારા ત્રણ ટીમ બનાવામાં આવી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ત્રણેય સ્કૂલ પર રેડ કરવામાં આવી છે અને ત્રણેય સ્કૂલો પર એક એક ટીમ પહોંચી છે. સ્કૂલના સંચાલક અને આચાર્ય, સ્કૂલમાં હાજર સ્ટાફના પણ નિવેદન લેવાયા છે. ધો 10 અને 12ના વિધાર્થીઓના પણ લેવાયા નિવેદન લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પાસે ઓન પેપર નિવેદન લેવાયા છે. ત્રણે સ્કૂલ પાસે તમામ પ્રકારના પુરાવા માંગવામાં આવ્યા છે.