26 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 29, 2024
26 C
Surat
રવિવાર, ડિસેમ્બર 29, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: રૂ. 2.89 કરોડના કાપડના ચીટિંગમાં અમદાવાદના કાકા-ભત્રીજાની ધરપકડ

Surat: રૂ. 2.89 કરોડના કાપડના ચીટિંગમાં અમદાવાદના કાકા-ભત્રીજાની ધરપકડ


સુરતમાં આવેલા ભાઠેનાની મિલેનિયમ માર્કેટ-4ના વેપારીને 2.89 કરોડનો ચૂનો ચોપડવાના કેસમાં ઇકો સેલે અમદાવાદના કાકા-ભત્રીજાની ધરપકડ કરી હતી. ઘોડદોડ રોડ પર સરેલા ટાવર ખાતે રહેતા સુરેન્દ્રકુમાર ઓમપ્રકાશ નારંગ (56) કાપડ વેપારી છે. ભાઠેના ખાતે આવેલી મિલેનિયમ માર્કેટ-4માં અલગ-અલગ પાંચ ફર્મ ગુરુનાનક્ ટેક્સ્ટાઇલ, કનિકા ફેશન, લક્ષ્મી ટેક્સ્ટાઇલ, એસ.કે.

ટેક્સ્ટાઇલ અને ઉર્મિલા ફેશનના નામે ગ્રે કાપડનો વેપાર કરે છે. સુરેન્દ્ર નારંગે ક્રાઇમ બ્રાંચમાં પદમ ટેક્સ્ટાઇલના વિજય ભગાજી ટાંક ઉર્ફે માળી (ન્યૂ કલોથ માર્કેટ, રાયપુર, અમદાવાદ- રહે. જાનકી રોહાઉસ, નવા નરોડા, અમદાવાદ), પ્રાર્થના

એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અભિષેક નરેશ ટાંક (રાયપુર, અમદાવાદ), પાર્શ્વનાથ ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઇટર નરેશ પ્રભુ મોચી (સિટી સેન્ટર, રાયપુર, અમદાવાદ), હિરલ ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર પ્રિયાંક ઉર્ફે વિકી મહેન્દ્ર શાહ (વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્સ, શાહીબાગ રોડ, અમદાવાદ), બિજલ ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર જેકીન કિશોર શાહ (વૈભવલક્ષ્મી કોમ્પ્લેક્સ, શાહીબાગ, અમદાવાદ), મનીષ મોરાલીલાલ શર્મા (માનવનગર સોસાયટી, વટવા, અમદાવાદ), આદેશ્વર ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર પ્રકાશ ફોજાલાલ (સુમેર બિઝનેસ પાર્ક, દૂધેશ્વર સર્કલ, અમદાવાદ), આર.વી.ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર રિઝવાન યુસુફ વડનગર (સુમલ બિઝનેસ પાર્ક, વાણિજ્ય ભવન પાસે, કાંકરિયા, અમદાવાદ) અને હરિઓમ ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર વિકાસ શાંતિલાલ રાઠોડ શિવાજી માર્કેટ, સતપુર, નાસિક) સામે ફરિયાદ આપી હતી.

અમદાવાદના 8 વેપારીઓ અને નાસિકના 1 વેપારીએ મિલીભગત રચી વેપારી નારંગ સાથે વિશ્વાસ કેળવી રૂ. 2.89 કરોડનો ગ્રે કાપડનો માલ ઉધારીમાં ખરીદ્યો હતો. આ વેપારીઓએ પેમેન્ટના નામે ઉડાવ જવાબો આપવા સાથે મોબાઇલ સ્વિચ ઓફ કરી દુકાનને તાળાં મારી રફુચક્કર થઇ ગયા હતા. વેપારી નારંગે ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો હતો. દરમિયાન ઇકો સેલે આ કેસમાં 29 વર્ષીય અભિષેક નરેશ માળી અને 42 વર્ષીય વિજય ભગાજી માળી (બંને રહે. જાનકી રોહાઉસ, સેન્ટ મેરી સ્કૂલ, નવલા નરોડા, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય