ગુજરાતના સુરત અને રાજકોટમાં પત્ની પીડિત પુરુષોએ વિરોધ પ્રદર્શન કર્યુ છે,જેમાં સુરતમાં પુરુષોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો અને કહ્યું કે,પુરુષો માટે એક કમિશનની રચના કરવી જોઈએ,બેંગલુરુના એન્જિનિયરે પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યુ અને નારા ઉઠાવ્યા કે,મહિલાઓ તેમના અધિકારોનો દુરુપયોગ કરે છે જેના કારણે પુરુષોને તકલીફ પડી રહી છે અને સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય છે.
સુરતમાં પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યુ
બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈ સુરતમાં પત્ની પીડિત પુરુષોએ પ્રદર્શન કર્યું છે,પુરુષો માટે એક કમિશનની રચના કરવાની માંગ કરાઈ છે સાથે સાથે પ્રદર્શનકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળની માગ પણ કરી છે,પ્લેકાર્ડમાં લખ્યુ છે કે,’મેન નોટ એટીએમ અને મર્દને પણ દર્દ થાય છે આવા વિવિધ પ્લેકાર્ડના લખાણ હાથમાં લઈ પુરુષોએ જાહેરમાં વિરોધ દર્શાવ્યો હતો,પુરુષોનું કહેવું છે કે,કોર્ટમાં છૂટાછેડાનો કેસ સાબિત થાય છે અને કેસ ખોટી રીતે કરવામાં આવતા હોય છે તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી.
રાજકોટમાં પત્ની ઉપર પતિએ લગાવ્યા આક્ષેપ
રાજકોટમાં પત્ની પીડિત પતિએ તેની પત્ની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને પતિનું કહેવું છે કે,અગાઉ પણ યુવતીએ લગ્ન કર્યા હતા અને છૂટાછેડાને લઈ રૂપિયા પડાવી લે છે તો પત્નીના પિતા અવારનવાર કોર્ટમાં જાય છે અને પત્ની અવારનવાર પતિઓ બદલવાનો ધંધો કરે છે તો પત્ની અને તેમણે રોકેલા વકીલ દ્વારા ભરણપોષણ માટે દબાણ કરવામાં આવે છે.
મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો
મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું કારણ હતું કે, બેંગાલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેની પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ. આ સંદર્ભે, કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને આ ઘટના બની હોવાની ચર્ચા છે.