26 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, જાન્યુઆરી 15, 2025
26 C
Surat
બુધવાર, જાન્યુઆરી 15, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: ઉત્તરાયણની જમાવટ વચ્ચે સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં 24000થી વધુ મુલાકાતીઓથી ઉભરાયું

Surat: ઉત્તરાયણની જમાવટ વચ્ચે સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં 24000થી વધુ મુલાકાતીઓથી ઉભરાયું


સુરતમાં પતંગ અને આતશબાજી સાથે ઉત્તરાયણની રમઝટ વચ્ચે આજે મોટી સંખ્યામાં સુરતીઓ પાલિકાના સરથાણા નેચર પાર્ક (પ્રાણીસંગ્રહાલય)માં પહોંચી ગયા હતા. ગઈકાલના દિવસે વીક એન્ડ કરતાં પણ ત્રણ ગણાથી વધુ મુલાકાતીઓ આવતા સરથાણા નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું. ગઈકાલે એક જ દિવસમાં સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 24 હજાર જેટલા મુલાકાતીઓ આવતા પાલિકાને 8.86 લાખની આવક થઈ હતી.

સુરત પાલિકા સુરત કામરેજ રોડ પર તાપી નદી કિનારે 81 એકરમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (નેચર પાર્ક) બનાવ્યું છે. આ નેચર પાર્ક આમ તો વેકેશન દરમિયાન હાઉસ ફુલ હોય છે. જોકે, મંગળવારથી શુક્રવારની વચ્ચે રોજના અંદાજે એક થી દોઢ હજાર મુલાકાતીઓ આવે છે. જ્યારે વીક એન્ડમાં શનિ-રવિ વારે પાંચ હજારની આસપાસ મુલાકાતીઓ આવતા હોય છે. પરંતુ ગઈકાલે વીક એન્ડ કરતાં ચાર ગણા મુલાકાતીઓ આવતા પાલિકાનું નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું. 

છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડતા હોય નેચર પાર્કના સમયમાં વધારો કરવો પડે છે. જોકે, ગઈકાલે સુરતીઓનો પોતિકો ઉતરાયણનો હોવા છતાં સુરતીઓ વેકેશનનો માહોલ હોય તેમ સરથાણા નેચર પાર્કમાં પહોંચી ગયા હતા. ઉતરાયણના દિવસ દરમિયાન સરથાણા નેચર પાર્કમાં 23,960 મુલાકાતીઓ આવ્યા હતા. આ મુલાકાતીઓએ ટિકિટ ખરીદી તેના કારણે પાલિકાને 8.86 લાખ રૂપિયાની આવક થઈ હતી. ગઈકાલે દિવસ દરમિયાન નેચર પાર્કમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉતરાયણના દિવસે સુરતીઓ ઉમટી પડતાં વીક એન્ડ કરતાં ચાર ગણા સુરતીઓ નેચર પાર્કમાં પહોંચી ગયા હતા. જેના કારણે નેચર પાર્કમાં હાઉસ ફુલ જેવો માહોલ જોવા મળ્યો હતો. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય