રાપરમાં જૂના ઝઘડાના મુદ્દે બબાલમાં બાવીસ સામે ફરિયાદ
સામા પક્ષનાં ૩ મહિલા સહિત ૧૭ શખ્સોએ દુકાનમાં આગ ચાંપી
બે જૂથના ટોળાં એકત્ર થતાં હોસ્પિટલમાં પોલીસના ધાડાં ઉતારાયા
ગાંધીધામ: રાપરમાં બે જૂથ વચ્ચે ફરી લોહીયાણ ધીંગાણું સર્જાયું છે. જેમાં અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી પાંચ શખ્સોએ પ્રાણઘાતક હથિયારો વડે રાપરણા બગીચા પાસે મારી નાખવાનાં ઇરાદે હુમલો કર્યો હતો. જેમાં લાકડાનાં ધોકા અને લોખંડનાં પાઇપ વડે યુવાનને બેફામ મારમારી હાથ અને પગનાં ભાગે ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી.