World Liver Day: લિવર આપણા શરીરનું પાવરહાઉસ છે. ખોરાકને પચાવવાનું અને એમાંથી વિટામિન્સ, મિનરલ્સને શોષીને શરીરને આપવાનું કામ લિવરનું છે. જ્યારે કોઈ ઝેરી પદાર્થ શરીરમાં પહોંચે છે, ત્યારે એ લિવર દ્વારા ડિટોંક્સ થાય છે. આમ છતાં લિવરની કાળજી રાખવામાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે. આ જ કારણ છે કે લિવર ટ્રાન્સપ્લાન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ચિંતાની બાબત એ પણ છે કે, લિવર ટ્રાન્સપ્લાન્ટના 50 ટકા કેસમાં ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે.