OpenAI Whistleblower Suchir Balaji Dies: ચેટજીપીટી (ChatGPT)ને ડેવલપ કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની ઓપનએઆઈ (OpenAI)ના 26 વર્ષીય પૂર્વ રિસર્ચર સુચિર બાલાજી તેમના સાન ફ્રાન્સિસ્કોના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા. સુચિર બાલાજીએ તાજેતરમાં OpenAIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના 26મી નવેમ્બરે બની હતી અને 14મી ડિસેમ્બરે સામે આવી છે.
આપઘાત કર્યો હોવાની આશંકા
અહેવાલો અનુસાર, સુચિર બાલાજીએ છેલ્લા કેટલાક દિવસોથી તેના મિત્રો અને સહકર્મીઓના ફોન કોલનો જવાબ આપ્યો ન હતો અને તે ઘરની બહાર પણ આવ્યો ન હતો.