– ભાવનગર પોલીસ દ્વારા 31 મીને અનુલક્ષીને ચેકિંગ અને દરોડા
– ગંગાજળિયા, બોરતળાવ, વરતેજ, ગારિયાધાર અને પાલિતાણા પોલીસમાં અલગ-અલગ ગુના નોંધાયા
ભાવનગર : ભાવનગર પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને ચેકિંગ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર અને જિલ્લા ઉપરાંત ધોલેરા પોલીસ મથક મળી કુલ ૯ કેસોમાં ૧૦ શખ્સોને વિદેશી દારૂની ૬૩ બોટલ અને ચપટાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ અલગ-અલગ પોલીસ મથકમાં કુલ ૯ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને ભાવનગર શહેર જિલ્લા ઉપરાંત ધોલેરા પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.