1થી 9 અંક ભાગ્યાંક સાથે જન્મેલ વ્યક્તિ ઓ માટે વર્ષ 2025 ઘણી શુભાશુભ અસરો થશે. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે શરૂ થયેલ વર્ષ 2025 ( 2+0+2+5=9 )જેનો વર્ષ આંક 9 થાય છે અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 સેનાપતિ ગ્રહ મંગળ નું છે કેમ કે 1 થી 9 અંકમાં 9 નું આધિપત્ય મંગળ ધરાવે છે એટલે આ સમગ્ર વર્ષ પર સૌથી વધારે અસર મંગળ ગ્રહની રહેશે .
દુનિયામાં ઘણા મોટા ફેરફારો આવે કેમ મંગળ પૃથ્વીના પેટાળના લાવા ને હચ મચાવેશે
જેના પ્રભાવ તળે દુનિયામાં ઘણા મોટા ફેરફારો આવે કેમ મંગળ પૃથ્વીના પેટાળના લાવા ને હચ મચાવેશે તેથી વર્ષ 2025માં દેશ કે દુનિયામાં નાના મોટા ધરતીકંપો ,સુનામી જેવા દરિયાઈ તોફાનો ઉથલપાથલ, આગ અકસ્માતો વગેરે થાય અને જાનમાલનું નુકસાન પણ થઈ શકે દુનિયામાં ઘણી એવી બાબતો બને કે અચાનક આકસ્મિક આ શું થઈ ગયું તેવું લોકોને થાય કેમ કે મંગળ આક્રમકતાનો ગ્રહ છે જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે ઘણી વાર તે લોહિયાળ પણ હોઈ શકે
અંક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લોહી, યુદ્ધ મોટા ચડાવ ઉતાર તેમજ તોફાનોનો કારક ગ્રહ કહેલ છે
અંક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લોહી, યુદ્ધ મોટા ચડાવ ઉતાર તેમજ તોફાનોનો કારક ગ્રહ કહેલ છે જે અનુસાર વર્ષ 2025 સામાન્ય નહીં તોફાની ઉથલપાથલ ધરતી પર થાય તેની સીધી અસર બજારોના ભાવ તાલ પર પડે એકંદરે નીચેના મહત્વના તમામ ક્ષેત્રમાં યુદ્ધકારક ચડાવ ઉતાર ઘર્ષણ જેવી સ્થિતિ આપણને દેખાય ચાહે કોઈ બે દેશ વચ્ચેના તણાવની સ્થિતિ હોય તે વધુ આક્રમક અને લોહિયાળ બની શકે દુનિયાના બજારો અને ઇકોનોમીમાં બહુ મોટા ફેરફારો દેખાય મંગળની સીધી અસરથી ક્રૂડ ઓઇલ સોના ચાંદી કોમોડિટીના બજારો તેમજ ભારત સહિત અમેરિકા જર્મની બ્રિટન જાપન, ઇઝરાયલ જેવા આગેવાન શેરબજારોમાં ખૂબ જ મોટા ચઢાવ ઉતાર આવે તો નવાઈ નહિ જેની સીધી અસર સામાન્ય જન માનસને પણ નુકશાની પહોંચી શકે
ત્યારબાદ મોટી મંદી થઈ જાય તો નવાઈ નહીં
ક્રૂડના ભાવમાં આ વર્ષે ખૂબ મોટી વધઘટ જણાય મોટે ભાગે તેમાં તેજી થતી જણાય અત્યારે વર્તમાન સમય ક્રૂડ ઓઇલ બેરલનો ભાવ લગભગ 70 ડોલરની આજુબાજુ ચાલી રહ્યો છે તે 100 કે 125 થઈ જાય તો નવાઈ નહીં સોનાના ભાવ હાલમાં 76, 77000 ની આજુબાજુ ચાલે છે તેમાં હજુ પણ નાની મોટી તેજી થઈ જાય અને ત્યારબાદ મોટી મંદી થઈ જાય તો નવાઈ નહીં અને તેમાં ભાવ 60,000 ની નીચે જતા રહે મોટા મંદી ના જોકા આવી શકે.
અમેરિકાનું શેર બજાર પણ ખૂબ જ ઊંચાઈ પર ચાલી રહ્યું છે અમેરિકાનું ડાઉજોન્સ ઇન્ડેક્સ 42,43000 ની આસપાસ ચાલે છે જ્યારે નાસડેક ઇન્ડેક્ષ 19500 , આસપાસ ચાલે છે જેમાં પણ મોટા ઉછાળા આવી મોટા ઘટાડા આવશે જે તેના વાર્ષિક ન્યૂનતમ લેવલને તોડી શકે છે એટલી મોટી મંદી આવી શકે જેમાં ડાઉજોન્સ 36000 નાસડેક 13000 આવી જાય તો નવાઈ નહી. તેવી જ રીતે ભારતીય સૂચક આંક શેર બજારનો ઇન્ડેક્સ 78000 આસપાસ ચાલે છે જે પોતાની ઊંચાઈ 85000 નજીક જઈ ઘટાડો આપી શકે છે જેમાં 70,000નું લેવલ તૂટી શકે આમ મંગળનું વર્ષ 2025 મહદ અંશે મોટા ચડાવ ઉતાર અને ઘટાડા વધારાનું હશે