UGC guidelines : યુજીસીની ગાઈડલાઈન મુજબ કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા વોકેશનલ કોર્સીસમાં વર્ષમાં બે વખત પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે, ત્યારે એઆઈસીટીઈ દ્વારા ટેકનિકલ કોલેજોમાં પણ વર્ષમાં બે વખત પ્રવેશ માટેની છૂટ આપવામા આવી છે.
ટેકનિકલ શિક્ષણ કાઉન્સિલ દ્વારા ગાઈડલાઈન જાહેર
એઆઈસીટીઈ દ્વારા આ માટે સર્ક્યુલર કરવામા આવ્યો છે અને ટેકનિકલ કોલેજોમાં વર્ષમાં બે વખત યુજી અને પીજીના પ્રવેશ માટેના નિયમો નક્કી કરવામા આવ્યા છે. જેમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીથી માંડી વિવિધ ટેકનિકલ કોર્સમાં જુલાઈના સેશનમાં પ્રવેશ અપાયા બાદ ખાલી રહેતી બેઠકો પર જાન્યુઆરીમાં પણ મેરિટ આધારીત પ્રવેશ પ્રક્રિયા કરવાની જોગવાઈ કરાઈ છે.