20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરહવે જિલ્લા બેન્કોની લોન લેનારા ખેડૂતો જમીન પરનો બોજ ઈ-ધરા પર નોંધાવી...

હવે જિલ્લા બેન્કોની લોન લેનારા ખેડૂતો જમીન પરનો બોજ ઈ-ધરા પર નોંધાવી શકશે



Agriculture News : જિલ્લા સહકારી બેન્કોમાંથી કૃષિ ધિરાણ લેનારા ખેડૂતોની જમીન પર બોજો ઊભો કરવાની અને લોનની ચૂકવણી કરી દીધા બાદ બોજ કમી કરી દેવાની કામગીરી હવે જિલ્લા સહકારી બેન્કો જ કરી દેશે. અત્યાર સુધી જિલ્લા સહકારી બેન્કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના માધ્યમથી જ ખેડૂતોને ધિરાણ આપતી હતી. હવે ધિરાણ આપવાની પ્રક્રિયા પહેલાની માફક જ રહેશે, પરંતુ ધિરાણ લેનાર ખેડૂતની જમીન પરનો બોજો પાડવાની કામગીરી જિલ્લા સહકારી બેન્કો કરશે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગને ચોથી જાન્યુઆરીએ અંગે એક પરિપત્ર કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ ઇ-ધરાના પોર્ટલ પર ખેડૂતની જમીન પર બોજો ઊભો કરવાની કે બોજો કમી કરવાની કામગીરી જિલ્લા સહકારી બેન્કો કરી શકે તે માટે તેમને સુપર એડમિન તરીકે નો પાસવર્ડ આપવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય