રાજકોટમાં GRDનો પૂર્વ જવાન નરાધમ બન્યો છે જેમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યુ છે,દોઢ વર્ષ સુધી નરાધમે દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે,મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.આરોપીએ ફોટો વીડિયો વાયરલ કર્યા હતા જેને લઈ પણ ફરિયાદ નોંધાઈ છે.આશિષ રાવલ નામના વ્યકિત સામે ગુનો નોંધાયો છે.
ફોટો-વીડિયો વાયરલ કર્યા
મહિલાએ સબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફોટો-વીડિયો વાયરલ કર્યા છે,મહિલાએ ગાંધીગ્રામ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે,જેમાં આરોપી હાલ તો પોલીસ ચોપડે ફરાર છે અને આરોપીઓ ઓળખાણ આપી હતી કે તે રાજકોટ એસઓજીમાં ફરજ બજાવે છે અને લગ્નની લાલચે આ કાંડ કર્યુ હોવાની વાત સામે આવી છે.આરોપીએ ફોટો વાયરલ કરતા યુવતી પણ ગભરાઈ ગઈ હતી અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
એક અઠવાડિયા પહેલા પણ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
શહેરમાં રહેતી યુવતી દ્વારા પોતાના પૂર્વ મંગેતર જીત પાબારી વિરુદ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતી દ્વારા ગુનાનો સમયગાળો નવેમ્બર 2021થી 30 જુન 2023 સુધીનો ફરિયાદમાં જણાવવામાં આવ્યો છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથધરી છે.ઘટનાની વાસ્તવિકતા એમ છે કે, જીત પાબારી નામના વ્યક્તિ દ્વારા ફરિયાદી યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, જીત પાબારીએ યુવતી સાથે સગાઈ પણ કરી હતી. જોકે બાદમાં જીત પાબારી દ્વારા યુવતી સાથે સગાઈ તોડી નાખવામાં આવી હતી.