મહેસાણાના કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન શુક્રવારે સાંજના સમયે અચાનક બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં બ્રિજ પર રહેલું JCb અચાનક કેનાલમાં ખાબક્યું હતું.
મહેસાણાના કડી તાલુકામાં નર્મદા કેનાલ ઉપર કરણનગર અને બોરિસણા ગામને જોડતો બ્રિજ ધરાશાયી થયાના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિજનું સમારકામની કામગીરી જેસીબીથી ચાલતી હતી ત્યારે જ બ્રિજ અચાનક તૂટ્યો હતો. બ્રિજ ધરાશાયી થતા જેસીબી મશીન પણ કેનાલમાં ખાબક્યું હતું. મશીનથી દૂર હોવાથી ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, કડીના કરણનગરથી બોરિસણાને જોડતો બ્રિજના સમારકામ દરમિયાન અચાનક વચ્ચેનો બ્લોક તૂટ્યો હતો. નર્મદાની મુખ્ય કેનાલ પરનો જર્જરિત બ્રિજ તૂટ્યો છે. જર્જરિત બ્રિજને લોકોની અવર જવર માટે બંધ કરાયો હતો. 3 દિવસથી બ્રિજનું સમારકામ ચાલુ હતું. બ્રિજ તૂટતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું હતું. નર્મદા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. Jcb ના ટાયરમાં પંચર પાડતા ડ્રાઈવર અને અન્ય લોકો ટાયર ખોલીને બ્રિજની બહાર નીકળી ગયા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી.