મિત્રે જ પોતાના મિત્રની માતાને નિશાન બનાવ્યો
ક્રાઇમ પેટ્રોલ જોઈ મોટો હાથ મારવા જતા પોતાની સ્ત્રી બોડી લેન્ગવેજ પરથી પકડાઈ ગયો
ગાંધીધામ: અંજાર તાલુકાનાં મેઘપર-બો.માં ધોળા દિવસે વૃદ્ધાની એકલતાનો લાભ લઈ વૃદ્ધાને માર મારી લૂંટી જવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જેમાં લેડીસ ટોપ-જીન્સ અને મોઢે ચુન્ની બાંધી આવેલા શખ્સે વૃદ્ધાની આંખમાં મરચું નાખ્યા બાદ માર માર્યો હતો અને બાદમાં સોનાની ચેઇન અને રોકડ સહિત ૧.૧૫ લાખની માલમત્તા લૂંટી ફરાર થઈ ગયો હતો.