મહેસાણા જિલ્લામા 24 કલાક દરમિયાન તાપમાનમા સામાન્ય ફેરફાર નોંધાયો હતો.તાપમાનમાં એક ડિગ્રીના વધારા સાથે એકધારી કાળઝાળ ગરમી પડતા લોકો પરેશાન બન્યા હતા.
આકરી ગરમી પગલે ગ્રામ્ય વિસ્તાર પણ સૂના બન્યા હતા.તાપમાનનો પારો ચોથા દિવસે ઉચકાયો હતો. 41 ડિગ્રી પર તાપમાન પહોંચી જતાં પુનઃ હિટવેવનો ભય લોકોને સતાવી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા 48 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. મહેસાણા જિલ્લામા બુધવારે વાતાવરણમા સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો.દક્ષિણ દિશા તરફ્થી પશ્ચિમ દિશા તરફ્ના ગરમ પવનોના કારણે ગરમીમાં વ્યાપક વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે બુધવારે તાપમાનનો પારો 41 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો.પાછલા ત્રણેક દિવસથી મહત્તમ તાપમાન સ્થિર જોવા મળ્યુ હતું.ત્યારે બુધવારે તાપમાનમાં ઉછાળો આવ્યો હતો.તાપમાન વધતા સવારથી અસહ્ય અને આકરી ગરમી અનુભવાઈ હતી.
તાપમાન એકધારું સ્થિર રહેતા સવારથી સાંજ સુધી લોકો ગરમીથી અકળાયા હતા.તો ગરમીના કારણે લોકો ઘરમાં પુરાયા હતા.તો બીજી તરફ્ પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.11 કિલોમીટર ઝડપે પવન ફુંકાવાના કારણે આકરી ગરમીથી થોડીક રાહત પણ મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉચકાઈ શકે છે.જેથી બે દિવસ દરમિયાન જિલ્લાવાસીઓને આકરી અને કાળઝાળ ગરમી વેઠવી પડી શકે છે.જોકે 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.