મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં 2માં આવેલ શિવકુટિર સહિત 7 જેટલી સોસાયટીઓમાં ગટર અને પાણીના પ્રશ્નોની સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે. છેલ્લા 1 વર્ષ થી રજુઆત કરતા સ્થાનિક લોકોને આજ દિન સુધી ગટરના પાણીના નિકાલ કે પીવાના શુદ્ધ પાણીની સુવિધા ન મળતા હવે ધીરજ પણ ખૂટી પડી હતી. જોકે પાલિકાએ આ વિસ્તારની સમસ્યાના ઉકેલ માટે પંપિંગ સ્ટેશન અને WTPનો પ્રોજેકટ પણ શરૂ કરાવી દેતા ટૂંક સમયમાં આ સમસ્યાનો નિવેડો આવશે તેવી ખાત્રી આપી હતી.
મહેસાણાના વોર્ડ નં 2 વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં ગટર પાણીની વ્યવસ્થાની સ્થિતિ સારી ન હોવાને લઇ લોકો પરેશાન બન્યા હતા. બિલ્ડરો દ્વારા મકાન વેચાણ આપ્યા બાદ મકાન માલિકોને પીવાના પાણી અને ગટર સહિતની સુવિધાઓ સારી ન મળતા ભારે સમસ્યા સર્જાય રહી હતી. ગટર લાઇન અને પીવાનું પાણી ખારું આવતું હોવા મામલે સ્થાનિકો દ્વારા 1 વર્ષમાં અનેકવાર રજુઆતો કરાઈ હોવા છતાં તેમનો પ્રશ્ન રેલવે તંત્રની મંજૂરી માટે ઉભો રહ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં ગટરનું પાણી ભરાયેલું રહે છે. ત્યાં બીજી તરફ્ પાણી ચોખ્ખું નથી મળી રહ્યું. ત્યારે વર્ષો જૂની સમસ્યા લઈ 7 સોસાયટીઓની મહિલાઓ ફરી એકવાર નગરપાલિકા કચેરી દોડી આવી હતી. જ્યાં મહીઓને નગરપાલિકા ગટર શાખામાં ગટરલાઈન જોડાણ અને વોટર વર્ક્સ શાખામાં પીવાના શુદ્ધ પાણી માટેની રજુઆત કરવામાં આવી હતી. જેની સામે પાલિકાના જવાબદાર કર્મચારીઓએ તેમની રજુઆત આધારે પાલિકાએ દરખાસ્ત કરી સરકાર માંથી પંપિંગ સ્ટેશન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવો બનાવવા મંજૂરી મેળવી હતી. જેનું કામ પણ GUDCS દ્વારા શરૂ કરાયું છે. જેથી ઘણા સમય થી સામે આવેલ ગટર અને પીવાના પાણીની સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ પડી જશે. જેથી અરજદાર મહિલાઓને તેમને ત્યાં ગટર અને પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે તેવી આશા બંધાઈ હતી.