23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana: મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ, SOGએ યુવકની કરી ધરપકડ

Mehsana: મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ, SOGએ યુવકની કરી ધરપકડ


ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. SOGએ ચાઈનીઝ દોરી સાથે અલ્તાફ સિપાઇને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના 16 રીલ કબજે કરવામાં આવ્યા છે.

ચાઈનીઝ દોરીને લઈને શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ચાઇનીઝ દોરીનું ચોરી છૂપું વેચાણ કરનાર કોઈને છોડવામાં આવશે નહી. જેના માટે પોલીસ દ્વારા ડીકોઈ ગોઠવી અને બાતમીના આધારે ચાઈનીઝ દોરી વેચનાર સામે કેસમાં કરવામાં આવી રહ્યા છે. ઇ કોમર્સ વેબસાઈટ પર પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે મહેસાણાના દેદીયાસણમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે.SOGએ ચાઈનીઝ દોરી સાથે યુવાન અલ્તાફ સિપાઇને ઝડપ્યો છે. અલ્તાફ સિપાઇ પાસેથી ચાઇનીઝ દોરીની 16 રીલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાઇનીઝ દોરી વેચતી ઇ-કોમર્સ વેબસાઇટને નોટિસ

આ સાથે સાયબર ક્રાઇમની ટીમે વેબસાઈટ પર સર્ચ કરી રહ્યું છે કે ઇ કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન ચાઈનીઝ દોરી ખરીદી થતી હોય તેવી ઇ કોમર્સ વેબસાઈટ ને પોલીસે નોટિસ પાઠવી છે.હાલ શહેર પોલીસ કમિશ્નરએ જાહેરનામું બહાર પડ્યું હતું. જેમાં ચાઈનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તથા ચાઈનિઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે ચાઈનિઝ દોરી, સિંથેટિક પદાર્થ કોટિંગ અને નોન બાયોડિગ્રેબલ દોરી ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય