મહેસાણા તાલુકા પોલીસ મથકે 9 માસ અગાઉ એક રશિયન કંપની બનાવી 4 ભેજાબજોએ પોતાના સંપર્કમાં રહેલ લોકોને ઓનલાઇન વેબ સાઇટ પર રૂપિયામાં રોકાણ કરી ડોલર કમાવવાની લાલચ આપી દોઢ કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું. બાદમાં 4 ગઠિયા છેતરપિંડી આચરી લોકોના રૂપિયા લઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે આ ગુનાની તપાસમાં મહેસાણા તાલુકા પોલીસે અગાઉ સવાજી જગાજી ઠાકોર રહે. પાટણ વાળાની ધરપકડ કરાઈ હતી. જે 6 માસ થી જેલમાં રહ્યો છે. ત્યાં પોલીસને આ ગુનાની તપાસમાં વધુ એકવાર સફ્ળતા મળી હતી. જેમાં સરકારી શિક્ષક એવા યોગેશ ડાહ્યાભાઈ પ્રજાપતિ રહે. શ્રી સોસાયટી થોળ રોડ, કડી, મૂળ . મીઠા, મહેસાણા વાળાને ધરપકડ વોરંટ આધારે પકડી પાડવામાં આવ્યો હતો. જોકે હજુ આ ગુનામાં અશોક ગોબરભાઈ સોલંકીરહે.સમણવા, કાંકરેજ, બ.કાં અને શરીફ્ શબા ઉર્ફે ડોકટર શાહબાજ રહે.જયપુર જોધપુર , રાજસ્થાન વાળા બન્ને ઠગબાજો વોન્ટેડ રહેતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.