30.4 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, જૂન 14, 2025
30.4 C
Surat
શનિવાર, જૂન 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: સતલાસણાના કજીપૂરમાંથી ગાંજાની ખેતી કરતા ખેડૂતને એસઓજીની ટીમે દબોચ્યો

Mahesana: સતલાસણાના કજીપૂરમાંથી ગાંજાની ખેતી કરતા ખેડૂતને એસઓજીની ટીમે દબોચ્યો


મહેસાણા જિલ્લામાં NDPS અંતર્ગત કાર્યવાહી કરતા મહેસાણા SOGની ટીમને રેડમાં સફ્ળતા મળી હતી. સતલાસણાના કાજીપૂર ગામેથી ગાંજાની ખેતી કરતા ખેડૂતની 6 ગાંજાના છોડ સાથે અટકાયત કરાઈ હતી. કુલ 2.01 લાખ રૂ.નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે સતલાસણા પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સતલાસણાના કાજીપૂર ગામે ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમી SOG મળી હતી. જે આધારે SOG ટીમે સ્થળ પર જઈ રેડ પાડી હતી. પોલીસ રેડ દરમિયાન કાજીપુર ગામે કેશરપુરાથી હડોલ જતા રોડ પર ઠાકોરવાસમાં રહેતા મહેશ બનાજી ઠાકોર ઉ.વ.27 વાળાના ખેતરમાં બાજરી અને એરંડાના વાવેતર વચ્ચે 7 ફુટ ઊંચા ઉગેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જે ગાંજાના છોડ વાવી તેનો વેપાર કરાતો હોવાની ચોક્કસ માહિતી આધારે પોલીસે 2.01 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના કુલ 6 છોડ કબ્જે કર્યા હતા. જ્યારે વાવેતર કરનાર ખેડૂત મહેશ ઠાકોરની સ્થળ પરથી અટકાયત કરી તેની વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય