– ઓપનએઆઈએ ચેટજીપીટી પ્રોગ્રામ બનાવવા ઢગલાબંધ ડેટાની તફડંચી કર્યાનો બાલાજીનો આરોપ
– સુચિરે ત્રણ મહિના પૂર્વે જ એઆઈકંપનીએ કાયદાનો ભંગ કરી ચેટજીપીટી બનાવ્યાનો આરોપ મૂક્યો હતો
– ઓપનએઆઈ વિવિધ કંપનીઓનો ડેટા તફડાવ્યા પછી હવે તે જ કંપનીઓને નાણાકીય ફટકો મારી રહી છે
– ૨૦૨૨માં ઓપનએઆઈ સામે લેખકો, કમ્પ્યુટર પ્રોગ્રામરો અને પત્રકારોએ ઢગલાબંધ કેસો કર્યા
ન્યૂયોર્ક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાયન્ટ ઓપન એઆઇ સામેના વ્હીસલ બ્લોઅર ભારતીય મૂળનો ૨૬ વર્ષનો સુચિર બાલાજીએ સાન ફ્રાન્સિસકેમાં આત્મહત્યા કરી હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે. ઓપનએઆના ભૂતપૂર્વ કર્મચારી સુચિર બાલાજી ૨૬ નવેમ્બરના થેન્ક્સગિવિંગડેના રોજ સાનફ્રાન્સિસ્કોના બ્યુકેનના સ્ટ્રીટ ખાતેના ઘરમાં તે મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવ્યો હતો.